સુખી દામ્પત્ય જીવન Marriage life


સુખી દામ્પત્ય જીવન Marriage life  



 વૈવાહિક ( marriage ) 

સુખી દામ્પત્ય જીવન Marriage life        વૈવાહિક ( marriage )

સુખી દામ્પત્ય જીવન Marriage life  



 વૈવાહિક ( marriage ) 



સુખી દામ્પત્ય જીવન Marriage life:  જીવનની સફળતા માટે એ જરૂરી છે કે , પતિ - પત્ની વચ્ચે હંમેશાં પ્રેમ જળવાયેલો રહે . જો દાંપત્યજીવન સારું નહીં હોય તો પારિવારિક જીવન પણ મુશ્કેલીઓ અને કષ્ટોનું કેન્દ્ર બની જાય છે . જેનાં ખરાબ ફળ પરિવારના સદસ્યોએ પણ ભોગવવાં પડે છે . ગૃહસ્થ જીવનના જેટલાં પણ સુખ છે તે દાંપત્યજીવનની સફળતા પર નિર્ભર હોય છે . દાંપત્યજીવન સુખમય ન હોય તો ધન - સંપત્તિ , વૈભવ , પ્રતિષ્ઠાનો કોઈ અર્થ રહેતો નથી જ્યારે દાંપત્યજીવન સુખમય હોય તો જીવન બળ , ઉત્સાહ અને સાહસયુક્ત બની રહે છે . પતિ પત્ની વચ્ચે વાદ - વિવાદ , મતભેદ , ઝઘડા , કલેશ થવા પાછળ ઘણાં જ્યોતિષીય કારણો હોઈ શકે છે . પતિ - પત્નીની કુંડળીના ગ્રહો કે ગ્રહયોગોને કારણે પણ તેમની વચ્ચેના સંબંધોમાં કડવાશ પેદા થઈ શકે છે . દાંપત્ય જીવનમાં મતભેદ ભલે થાય , પણ ક્યારેય મનભેદ ન થવા જોઈએ .👫

 મને ખુબ જ ખુશી મળે છે , તમારી સાથે વાતો કરવામાં અને તમારી વાતો સાંભળવામાં . !!


વિશ્વાસ🤝

ભરોસો એક એવી વસ્તુ છે કે તે સંબંધ હંમેશા માટે ટકાવી રાખે છે . જીવનના અંતિમ ક્ષણ સુધી ભરોસો ક્યારેય તૂટે નહી તે વાતનું ધ્યાન રાખવું પડે છે . ક્યારેય પણ ખોટું બોલીને તમારા પાર્ટનરનો ભરોસો તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ . પાર્ટનરને જ્યારે ખોટું બોલો ત્યારે તેને ખબર પડી જ જતી હોય છે . જો કોઈ વાત પાર્ટનરને કહેવા નથી માગતા તો તેના વીશે સીધી તેને ના પાડી દેવી , તે વધારે સારુ રહેશે , પરંતુ ક્યારેય પણ ખોટું બોલીને તેનો ભરોસો ના તોડવો . કોઈ પણ વ્યક્તિ 100 ટકા સારો નથી હોતો . તેનામાં કોઈકને કોઈક ખામી તો હોય છે . પરંતુ તેની તે ખામીને તેની ભૂલ સમજીને માફ કરવાની ભાવના રાખજો જેથી લગ્નજીવન હંમેશા સારુ રહેશે . મનમાં ગાંઠ બાંધીને ઝઘડો કરશો તો તે વાતનો ઉકેલ નહી આવે પરંતુ વાત વધી જશે . જેથી બને ત્યાં સુધી એકબીજા ભૂલોને માફ કરવાનું રાખશો તો લગ્નજીવન સુખમય રહેશે .

હા રિસાઈ જાવ છું તમારાથી કારણ કે મને વિશ્વાસ કે તમે મને મનાવી લેશો , હા કોઈ વાતનું ખોટું લાગે તો રોઈ લઉં છું તમારી સામે કારણ કે મને વિશ્વાસ છે કે તમે મને હસાવી લેશો . ભૂલ થઈ જાય તો માફી માંગી લઉં છુ તમારી કારણ કે મને વિશ્વાસ છે કે તમે મને માફ કરી દેશો , હા કોઈ ભૂલ થઈ હા હું મારા જીવથી પણ વધારે પ્રેમ કરું છું કારણ કે મને વિશ્વાસ છે તમારા પ્રેમ પર કે તમે મારો સાથ જીંદગીભર નિભાવશો . 



એક બીજા નો સાથ આપો મુશ્કેલ  સમય માં👫💑

દરેક મુશ્કેલ સમયમાં સાથ આપો જીવનમાં ઉતાર - ચઢાવ આવતા રહે છે . કોઈનો સમય ક્યારેય એકસરખો હોતો નથી . ક્યારેક કોઈ શારીરિક રૂપે તો કોઈ આર્થિક રૂપે પરેશાન થઈ શકે છે . કેટલીકવાર કોઈને માનસિક સમસ્યાઓ થઈ શકે છે . એક સારો અને મજબૂત સંબંધ એ હોય છે જેમાં એક જીવનસાથી તેના ખરાબ સમયમાં બીજા જીવનસાથીનો સાથ છોડે નહીં , પરંતુ તેની હિંમત બને .

ખાલી પ્રેમ કરવાથી કામ નથી ચાલતું એને નિભાવવો પડે છે , સંભાળ રાખવી પડે છે , વિશ્વાસ રાખવો પડે છે , ક્યારેક સમજાવું પડે છે - તો ક્યારેક સમજવું પડે છે ... પરિસ્થિતિ ગમે તેવી હોય એક બીજાનો સાથ આપવો પડે છે .



મહત્વ આપો 🤗

સુખી દામ્પત્ય જીવન Marriage life        વૈવાહિક ( marriage )

સુખી દામ્પત્ય જીવન Marriage life  



 વૈવાહિક ( marriage ) 



જ્યારે સામેવાળી વ્યક્તિની કોઈ વાતને મહત્વ આપવામાં આવતું નથી ત્યારે ઘણીવાર સંબંધોમાં ખટાશ આવવા લાગે છે . આ પુરૂષપ્રધાન સમાજમાં ઘણી વખત એવું જોવા મળે છે કે ઘરના મોટાભાગના નિર્ણયો પુરુષો જ લેતા હોય છે , પરંતુ તેમ થવું જોઈએ નહિ . જીવનના દરેક નિર્ણયમાં પતિ - પત્ની બંનેનો સમાન અધિકાર છે . તેથી , તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીને સામેલ કરો . તેમના અભિપ્રાય પર પણ ધ્યાન આપો . એક સારો સંબંધ એ જ હોય છે , જેમાં પતિ - પત્ની બંને એકબીજાને મહત્વ આપે છે .

આજકાલ સાચુ જીવનસાથી મળવું મુશ્કેલ છે , પણ હું નસીબદાર છું કે તમે મને મળ્યા . !!



માફ કરી દયો માફી માગી લ્યો🤗😊

ઘણીવાર યુગલો વચ્ચે અણબનાવ બને છે અને ક્ષમા માંગતી વખતે તેમનો અહંકાર સામે આવે છે . જેના કારણે સારા સંબંધોમાં અંતર વધવા લાગે છે . સંબંધને સારો બનાવવા માટે , ક્ષમા માંગવામાં પાછળ ન રહેવું . તમારી ભૂલોનો સ્વીકાર કરો અને માફી માંગીને ઝઘડાનો અંત કરવો જોઈએ . તેમજ જો સામેવાળી વ્યક્તિની ભૂલ હોય તો તેને ક્ષમા કરી દેવો જોઈએ .

એક બીજા ની મદદ કરો👫😄😊

પતિ - પત્ની બંનેએ એકબીજા પ્રત્યે હેલ્પીંગ નેચર રાખવો જોઈએ . માન્યું કે પત્ની ઘરના કામકાજ સંભાળે છે તો પતિ ઓફિસે જાય છે . તેનો અર્થ એ નથી કે પતિ ઘરના કામમાં મદદ કરી શકતા નથી . આમ પણ , ઘણા ઘરોમાં તો પતિ - પત્ની બંને કામ પર જાય છે . આવી સ્થિતિમાં ઘરના કામ બંનેએ હળી મળીને કરવા જોઈએ . તેનાથી કોઈપણ એક વ્યક્તિ પર કામનું દબાણ આવશે નહીં અને બંનેને એકબીજા સાથે વધુ સમય પસાર કરવાની તક પણ મળે છે .


એક બીજાને માનવી લીઓ🤗😚

પતિ - પત્નીમાં નાના મોટા ઝઘડા થવા એ સામાન્ય બાબત છે , પરંતુ ઘણી વાર આ ઝઘડામાં બંનેમાંથી કોઈ એક નારાજ થઈ જાય છે . તેવા સમયમાં , બીજી વ્યક્તિ પણ ગુસ્સે રહેશે , તો તેનાથી સંબંધોમાં અંતર આવી શકે છે.તેથી સામેવાળાએ સમજદારીથી વર્તન કરવું જોઈએ . જીવનસાથી સાથે બેસીને ઝઘડાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ .


એક બીજા માટે આદર કરો🤗

પતિ - પત્નીના સંબંધમાં એકબીજા પ્રત્યે આદર ખૂબ મહત્વનો હોય છે.તેની સાથેજ જો તે એકબીજાના સ્નેહીજનો , સગા - સંબંધીઓનું સન્માન કરશે , તો તેઓનો એકબીજા પ્રત્યે આદર સાથે પ્રેમ પણ વધે છે . ઘણી વાર એવું જોવા મળે છે કે પતિ પોતે પત્ની પાસેથી આદરની આશા રાખે છે , પરંતુ પોતે પત્નીને આદર આપતો નથી . તેમ થવું જોઈએ નહિ . આ સંબંધમાં બંને સમાન આદરને પાત્ર છે . પતિ - પત્ની વચ્ચેનો સંબંધ ત્યારે જ ટકી શકે જ્યારે એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર હોય .


dear પતિદેવ ...... 💑તમારી ખુશી માં જ મારી ખુશી છે 🤗જો તમે ખુશ રહેશો તો મારું દિલ આપોઆપ જ ખુશ થઈ જશે . !!


💑👫




Comments