બાળકની બેસ્ટ કેળવણી । A child's best education

 બાળકની બેસ્ટ કેળવણી । A child's best education


બાળક ને જવાબ દારી આપો, બાળક ને સારા સંસ્કાર આપો , બાળકને હિંમત આપો, બાળકને કેવી રીતે રહેવું 


બાળકની બેસ્ટ કેળવણી । A child's besteducation
બાળકની બેસ્ટ કેળવણી । A child's best 
education


માબાપ શું તમે પોતાના બાળકોને ઘરનાં કામકાજ સોંપો છો? તેઓને જવાબદાર બનવા અને ખુશી મળી એમ કરવા ઘરનાં કામકાજ કેવી રીતે મદદ કરી શકે.

બાળકને ઘરના કામ કરાવવા જોઈએ  તે મોટા થઈ ને ક્યાંક એકલા રહેવાનું હોય તો તે પોતાના કામ જાતે કરી શકે 


બાળકોને સારા સંસ્કાર આપવાથી ભવિષયમાં
 તેઓને ઘણો ફાયદો થશે.

બાળકને સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે 


કઈ ઉંમરે બાળકને જવાબદારી ઉપાડવાનું શીખવવું જોઈએ, નાનું હોય ત્યારે કે પછી એ મોટું થાય ત્યારે?

બાળક નાનું હોય ત્યારે અને મોટું થાય ત્યારે પણ તેને થોડી થોડી જવાબ દારી આપવી જોઈએ બાળક મોટું થાય ત્યારે તેને જવાબ દારી ની ખબર પડે

બાળકની બેસ્ટ કેળવણી । A child's best education
બાળકની બેસ્ટ કેળવણી । A child's best education


જો બાળકને હિંમત રાખવાનું શીખવ્યું હશે, તો જીવનમાં તકલીફો આવશે ત્યારે તે એનો સારી રીતે સામનો કરી શકશે.



બાળકોનો જન્મ થાય તે અગાઉ પૂરા નવ માસ સુધી બાળકને તેની માતા દ્વારા તેના ગર્ભમાં જ શિક્ષણ આપવાનું કાર્ય ચાલતું જ હોય છે . આનું એક મોટુ ઉદાહરણ તરીકે જોવામાં આવે તો અભિમન્યુને તેની માતા દ્વારા તેના ગર્ભમાં જ રહ્યા રહ્યા કોઠા વિદ્યાનું જ્ઞાન આપવામાં આવેલ હતું આ કવિ કલ્પના ન હતી , પરંતુ મનોવિજ્ઞાનનું એક હતું . જેને સનાતન સત્ય આજના શિક્ષણશાસ્ત્રીઓએ સિદ્ધ કરેલ છે . બાળકનો જન્મ થાય ત્યારબાદ તેના ઘડતરમાં પાંચ વર્ષ સુધી માતા - પિતાનો મહત્વનો ફાળો છે . ત્યારબાદ બાળક શાળામાં જતો થાય તે પહેલા એની સમજ અને એના જ્ઞાનનો પાયો સુંદર રીતે નંખાઈ ગયો હોય છે . આથી ઘરની એટલે કે બાળકના માતા - પિતા , બાળકના દાદા - દાદી , બાળકના નાના - નાની ,

બાળકની વાત સાંભળવી અને બાળકને વાત કહેવી પણ ગમતી હોય છે . જગતનું બાળસાહિત્ય આ દૃષ્ટિએ ઘણું સમૃદ્ધ છે . બાળકની કક્ષાને અનુરૂપ ગૌરવમાં નાનકડું બાળ પુસ્તકાલય જો વસાવી શકાય તો આવું પુસ્તકાલય અનેક રીતે બાળકના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે . એ સાથે બાળકને તેના કુટુંબની વ્યક્તિમાંથી રોજ કોઈને કોઈ વ્યક્તિના સહાયથી એકાદો નાનકડી વાત જેમાં બાળકોની કલ્પના , બાળકોની ઉર્મિઓ અને જીવન દ્રષ્ટિ ને ઘણી મોટી પ્રેરણા પ્રાપ્ત થઈ શકે . ‘ રામાયણ ’ અને ‘ મહાભારત ’ ની કથાઓ તો બાળકોને માની ગળથૂથીમાંથી ચોક્કસપણે મળતી થવી જોઈએ .

ઘરમાં થતી વાતચીત અને તેમાં વપરાતી ભાષાની જેમ બાળક પર અસર થાય છે તેમ કુટુંબમાં એકબીજા સાથેના વ્યવહારની , અડોશ - પડોશ સાથેના વ્યવહારની અને માનવ સંબંધોમાં થતાં વિવિધ આદાન - પ્રદાનોની બાળકના મન ઉપર સતત અસર થતી રહે છે અને એનાથી એનું રુચિતંત્ર અને વર્તન ઘડાય છે .



Comments